Close

જીલ્લા ચુંટણી કચેરી

ચુંટણી કચેરી એ નાગરીકો અને ચુંટણી વહીવટી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. મુકત અને ન્યાયી ચુંટણી યોજવી અને ક્ષતિ રહિત મતદારયાદી એ ચુંટણી શાખાના .પ્રાથમિક અને મહત્વના કાર્યક્ષેત્રો છે. જેના માટે ચુંટણી શાખા મતદારયાદી તૈયાર કરવી, મતદાર ઓળખપત્ર તૈયાર કરવા અને મતદાન મથકો નકકી કરવા તથા તેનું પુન: ગઠન કરવું વિગેરે જેવી કામગીરી કરે છે.

મુખ્ય કામગીરી

  • મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવા.
  • ઓળખ કાર્ડને લગતા સુઘારાઓ કરવા.
  • ડુપ્લીકેટ ફોટો ઓળખ કાર્ડ બનાવવા.
  • લોકોની માંગ મુજબ મતદારયાદીની પ્રમાણિત નકલો આપવી.
  • ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી
  • મતપેટીઓ, ઇવીએમ, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી
  • ચૂંટણી સંબધિત સ્ટેશનરીના છાપકામને લગતી કામગીરી
  • જે વિઘાનસભા મતવિભાગના ચૂંટણી અઘિકારી હોય તેની અસરકારક રીતે ચૂંટણી યોજવી.
  • ઉમેદવારોના ઉમેદવારી ૫ત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
  • હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી.
  • ચૂંટણી સંબંઘિત નોટીસ પ્રસિઘ્ઘ કરવી.
  • હરિફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
  • મત૫ત્રો છપાવવા અને સેવા મતદારોને મોકલવા.
  • મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત મતદાન અઘિકારી પ્રતિનિયુકત કરવા.
  • મતદાન દિવસે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન અધિકારીઓની કાર્યો દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય
  • નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
  • કાયદાકિય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને વ્યાજબી રીતે મતદાન કરાવવું.

ટેલીફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૦૭૧

ઇમેઇલ : collector-dan[at]gujarat[dot]gov[dot]in

સરનામું: જીલ્લા ચુંટણી કચેરી,  જિલ્લા સેવા સદન , આહવા જિલ્લા ડાંગ