Close

સમાજ સુરક્ષા

આ કચેરી માં સમાજ કલ્યાણ વિભાગ ધ્વારા ચલાવવામાં આવતી ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વ્રુદ્ધ સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને નિરાધાર વ્રુદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજનાઓના અમલીકરણની કામગીરી થાય છે.

મુખ્ય કાર્યો

  • વરિષ્ઠ નાગરિક ધારાની જળવણી અને ક્લ્યાણ અંગેના દાવાઓની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળવામાં આવે છે.
  • ઉપરોક્ત તમામ યોજનાઓ માટેની ગાંધીનગરથી આવતી ગ્રાંટ (સહાય) તમામ તાલુકાઓને ફાળવવામાં આવે છે.
  • ઉપરોક્ત તમામ યોજનાઓનું જિલ્લા કક્ષાએ મોનીટરીંગ કરવામાં આવે છે.
  • લાભાર્થિઓ ધ્વારા કરવામાં આવતી સહાયના ચૂકવણાંમાં થયેલા વિલંબ તથા અન્ય સમસ્યાઓની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.
  • મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવતા પત્રો, ધારાસભ્યો ધ્વારા મોકલવામાં આવતા પત્રો તેમજ વિધાનસભા સત્ર ચાલૂ હોય ત્યારે આવતા તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોનાં સત્વરે જવાબ મોકલવામાં આવે છે.

મુલાકાત: http://nsap.nic.in/guidelines.html

સમાજ સુરક્ષા શાખા

સ્થળ : કલેક્ટર કચેરી | શહેર : આહવા | પીન કોડ : 394710
ઇમેઇલ : collector-dan[at]gujarat[dot]gov[dot]in